In this article, we will learn about Imperative Sentence.
જે વાક્યથી કોઈ વ્યક્તિને કોઈકામ માટેની આજ્ઞા, સૂચના આપી શકાય તેને આજ્ઞાર્થ વાક્ય કહેવાય.
આજ્ઞાર્થ વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય છે.
Imperative formula :-
સૂત્ર :-
ક્રિયાપદ + વધારાના શબ્દો
1) અંદર આવો.
come in.
Imperative formula with please :-
વિનંતી પૂર્વક આજ્ઞા કરવા માટે please =મહેરબાની કરીને વાક્યની શરૂઆતમાં અથવા વાક્યના છેડે લખાય છે.
સૂત્ર :-
- please, + ક્રિયાપદ + વધારાના શબ્દો.
- ક્રિયાપદ + વધારાના શબ્દો, + please.
1) મહેરબાની કરીને,પેલી ચોપડી અહીં લાવો.
please, bring that book here .
bring that book here, please.
Imperative formula with Don't :-
કોઈ ક્રિયાની મનાઈ કરવા માટે નકાર વાક્યોમાં Don't વપરાય છે.
સૂત્ર :-
Don't + ક્રિયાપદ + વધારાના શબ્દો
1) તેની સાથે વાતો ન કરો.
Don't talk with him.
Imperative formula with Name :-
જેને આજ્ઞા આપતા હોઈએ તે વ્યક્તિનું નામ વાક્યમાં આગળ કે છેડે મૂકી શકાય.
સૂત્ર :-
નામ +[ Don't જો નકાર હોય તો ] + ક્રિયાપદ + વધારાના શબ્દો
[ Don't જો નકાર હોય તો ] + ક્રિયાપદ + વધારાના શબ્દો, + નામ
1) છોકરાઓ, ધીમેથી વાંચો.
- Boys, read slowly.
- Read slowly, Boys.
Imperative formula with pronoun :-
નામના સ્થાને તું-તમે પણ હોય શકે છે.
1) તું જવાબ આપ.
You give an answer.
Read More: